ચોમાસા દરમિયાન વીજ સલામતી ની ધ્યાન માં રાખવા જેવી બાબતો

ચોમાસા દરમિયાન વીજ સલામતી ની ધ્યાન માં રાખવા જેવી બાબતો.

 • ભીના હાથે ઇલેક્ટ્રિક સ્વીચ ચાલુ કે બંધ કરવી અથવા વીજ ઉપકરણો અડવા નહીં
 • ઇલેક્ટ્રિક નેટવર્ક જેવાકે વીજ પોલ , ટ્રાન્સફોર્મર , વીજ તાર , મીટર પેટી , અર્થિગ વાયર , સ્ટ્રીટલાઈટ ના પોલ કે ઇલેક્ટ્રિક બોક્સ કદી અડકવું નહિ .તેમજ ત્યાં કે તેની સાથે / આસપાસ દોરી કે તાર બાંધી કપડાં સુકાવાવ નહીં
 • બિનઅધિકૃત વ્યક્તિઓ એ ઇલેક્ટ્રિક નેટવર્ક સાથે છેડછાડ કરવી નહીં. તેની પાર જાહેરાત કે પોસ્ટર લગાવવા નહીં કે અન્ય કેબલ કે વાયર વીંટાળવા નહીં
 • ઇલેક્ટ્રિક થાંભલા કે નેટવર્ક પાર તણખા ઝરતા હોય તો તુરંત જ સ્થાનિક વીજ કચેરી ને જાણ કરવી
 • વીજ લાઈન કે વીજ તાર કે ટ્રાંસફોર્મર કે સબસ્ટેશન ની નીચે વાહનો પાર્ક કરવા નહીં તેમજ વધુ ઉંચા વાહનો વીજ તાર ની નીચે થી ધ્યાનથી / સાવચેતી પૂર્વક પસાર કરવા.
 • વીજલાઇન પર લંગર નાખીને વીજપ્રવાહ લેવો નહીં .
 • કારખાના કે ઘરની બારી માંથી પાણી , કચરો ,કે મેટાલિક યાર્ન , તાર , વાયર કે ભંગાર વીજલાઇન પર ફેંકવા નહીં
 • વીજ મોટર કે વાયરિંગ ને પાણી ન લાગે તેની સાવચેતી રાખવી
 • વીજપોલ કે ટ્રાંસફોર્મર ની આજુબાજુ માં પાણી ભરેલા હોય તો તેની નજીક ઉભા રહેવું નહીં
 • બાંધકામ ચાલતું હોઈ તે સ્થળે થી પસાર થતી વીજ લાઈન અને વીજ પોલ થી સલામત રહેવું / અંતર જાળવવું
 • વીજ સલામતી ના નિયમોનુસાર , યોગ્ય ક્ષમતા ના ફ્યુઝ , MCB , RCCB , તથા ELCB નો ઉપયોગ કરવો
 • કરારીત વીજભાર કરતા વધારે વીજભાર જોડેલ હોય તો વધારાના વીજભાર ને અધિકૃત કરાવવો.
 • તમામ બાબતો નો કાળજી પૂર્વક ધ્યાન રાખવું ઉપરાંત કોઈ પણ સમસ્યા ઉભી થાય તો નજીક ની વીજ કચેરી નો સંપર્ક કરવો.

Check New Maru Gujarat Bharti 2021:

Leave a Comment

%d bloggers like this: